Bible

Genesis 30 - WEB (Gujarati)

1 When Rachel saw that she bore Jacob no children, Rachel envied her sister. She said to Jacob, "Give me children, or else I will die."રાહેલે જોયું કે, તે યાકૂબને માંટે બાળકને જન્મ આપવા માંટે અશકિતમાંન છે, તેથી તેને પોતાની બહેન લેઆહની ઈર્ષા થવા માંડી, તેથી તેણે યાકૂબને કહ્યું, “મને સંતાન આપ, નહિ તો હું મરી જઈશ.”

2 Jacob's anger was kindled against Rachel, and he said, "Am I in God's place, who has withheld from you the fruit of the womb?"યાકૂબ રાહેલ પર ક્રોધે ભરાયો, તેણે કહ્યું, “હું દેવ નથી, તને માંતા બનવાથી વંચિત રાખનાર તો એ જ છે.”

3 She said, "Behold, my maid Bilhah. Go in to her, that she may bear on my knees, and I also may obtain children by her."ત્યારે રાહેલે કહ્યું, “તમે માંરી દાસી બિલ્હાહને તો લઈ શકો છો ને? તમે એને ઋતુદાન કરો એટલે એ માંરા માંટે બાળકને જન્મ આપશે. પછી એના માંરફતે હું માં થઈશ.”

4 She gave him Bilhah her handmaid as wife, and Jacob went in to her.આથી રાહેલે પોતાની દાસી બિલ્હાહ યાકૂબને પત્ની તરીકે સોંપી. યાકૂબે બિલ્હાહને ઋતુદાન કર્યુ.

5 Bilhah conceived, and bore Jacob a son.બિલ્હાહ ગર્ભવતી થઈ અને યાકૂબ માંટે તેણે એક પુત્રને જન્મ આપ્યો.

6 Rachel said, "God has judged me, and has also heard my voice, and has given me a son." Therefore called she his name Dan.રાહેલે કહ્યું, “આખરે દેવે માંરી પ્રાર્થના સાંભળી ખરી, તેણે મને એક પુત્ર આપવાનો ન્યાય કર્યો.” તેથી રાહેલે એ પુત્રનું નામ દાન રાખ્યું.

7 Bilhah, Rachel's handmaid, conceived again, and bore Jacob a second son.બિલ્હાહ ફરી ગર્ભવતી થઈ, અને તેને યાકૂબથી બીજો પુત્ર અવતર્યો.

8 Rachel said, "With mighty wrestlings have I wrestled with my sister, and have prevailed." She named him Naphtali.રાહેલે કહ્યું, “મેં માંરી બહેન સાથે મુકાબલામાં ભારે લડત આપી છે. અને મને વિજય મળ્યો છે.” એથી તેણે એ પુત્રનું નામ નફતાલી રાખ્યું.

9 When Leah saw that she had finished bearing, she took Zilpah, her handmaid, and gave her to Jacob as a wife.પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકેે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી.

10 Zilpah, Leah's handmaid, bore Jacob a son.પછી ઝિલ્પાહને યાકૂબથી એક પુત્ર અવતર્યો.

11 Leah said, "How fortunate!" She named him Gad.લેઆહે કહ્યું, “હું ભાગ્યશાળી છું.” હવે સ્ત્રીઓ મને સદભાગી કહેશે. તેથી તેણે પુત્રનું નામ ગાદ રાખ્યું.

12 Zilpah, Leah's handmaid, bore Jacob a second son.ઝિલ્પાહએ બીજા પુત્રને જન્મ આપ્યો.

13 Leah said, "Happy am I, for the daughters will call me happy." She named him Asher.લેઆહ બોલી, “હું કેવી સુખી છું!” તેથી તેણે એ પુત્રનું નામ આશેર રાખ્યું.

14 Reuben went in the days of wheat harvest, and found mandrakes in the field, and brought them to his mother, Leah. Then Rachel said to Leah, "Please give me some of your son's mandrakes."ઘઉંની કાપણીના સમયે રૂબેન ખેતરે ગયો ત્યાં તેણે કેટલાંક વિશેષ પ્રકારનાં ફૂલો જોયાં. રૂબેને તે ફૂલો લાવીને પોતાની માંતા લેઆહને આપ્યાં. ત્યારે રાહેલે લેઆહને કહ્યું, “કૃપા કરીને મને તારો પુત્ર જે ફૂલો લાવ્યો છે તેમાંથી થોડાં ફૂલો આપ.”

15 She said to her, "Is it a small matter that you have taken away my husband? Would you take away my son's mandrakes, also?" Rachel said, "Therefore he will lie with you tonight for your son's mandrakes."લેઆહે જવાબ આપ્યો, “તેં તો માંરા પતિને પહેલાંથી જ લઈ લીધો છે, હવે તું માંરા પુત્રનાં ફૂલોને પણ લઈ લેવા માંગે છે?”પરંતુ રાહેલે કહ્યું, “જો તું તારા પુત્રનાં ફૂલ મને આપીશ તો તેના બદલામાં આજે રાત્રે તું યાકૂબની સાથે સૂવા જઈ શકીશ.”

16 Jacob came from the field in the evening, and Leah went out to meet him, and said, "You must come in to me; for I have surely hired you with my son's mandrakes." He lay with her that night.તે રાત્રે યાકૂબ ખેતરેથી પાછો ફર્યો એટલે લેઆહ તેને મળવા ગઈ. તેણે યાકૂબને કહ્યું, “આજે રાત્રે તમાંરે માંરી સાથે સૂવાનું છે. મેં માંરા પુત્રનાં ફૂલો રાહેલને તમાંરી કિંમતનાં રૂપમાં આપ્યા છે.” તેથી યાકૂબ તે રાત્રે લેઆહ સાથે સૂતો.

17 God listened to Leah, and she conceived, and bore Jacob a fifth son.તેથી દેવે લેઆહને ફરીથી ગર્ભવતી થવા દીધી. તેણે યાકૂબના પાંચમાં પુત્રને જન્મ આપ્યો.

18 Leah said, "God has given me my hire, because I gave my handmaid to my husband." She named him Issachar.લેઆહ બોલી, “મેં માંરી દાસી માંરા પતિને આપી તેથી દેવે મને તેનો બદલો આપ્યો છે.” તેથી લેઆહે પોતાના પુત્રનું નામ ઈસ્સાખાર રાખ્યું.

19 Leah conceived again, and bore a sixth son to Jacob.લેઆહ ફરી વાર ગર્ભવતી થઈ અને તેણે છઠ્ઠા પુત્રને જન્મ આપ્યો,

20 Leah said, "God has endowed me with a good dowry. Now my husband will live with me, because I have borne him six sons." She named him Zebulun.લેઆહે કહ્યું, “દેવે મને એક સુંદર ભેટ આપી છે. હવે જરૂર યાકૂબ મને અપનાવશે, કારણ કે મેં એને છ બાળકો આપ્યાં છે.” એટલે લેઆહે તે પુત્રનું નામ ઝબુલોન રાખ્યું.

21 Afterwards, she bore a daughter, and named her Dinah.એ પછી લેઆહને એક પુત્રી અવતરી. તેણે પુત્રીનુ નામ દીનાહ રાખ્યું.

22 God remembered Rachel, and God listened to her, and opened her womb.પછી દેવે રાહેલની અરજ સાંભળી, દેવે રાહેલને વાંઝિયામેહણું ટાળવા માંટે સમર્થ બનાવી.

23 She conceived, bore a son, and said, "God has taken away my reproach."રાહેલ ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. રાહેલે કહ્યું, “દેવે મને વાંઝણી બનવાથી બચાવી અને મને એક પુત્ર આપ્યો છે.”

24 She named him Joseph,{Joseph means "may he add."} saying, "May Yahweh add another son to me."તેથી રાહેલે પોતાના પુત્રનું નામ યૂસફ રાખ્યું એમ કહેતાં દેવ હજુ મને બીજો દીકરો આપે.

25 It happened, when Rachel had borne Joseph, that Jacob said to Laban, "Send me away, that I may go to my own place, and to my country.યૂસફના જન્મ પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મને માંરે ઘેર જવા દો.

26 Give me my wives and my children for whom I have served you, and let me go: for you know my service with which I have served you."જેમને માંટે મેં તમાંરી નોકરી કરી તે માંરી પત્નીઓ અને બાળકો મને સોંપી દો, એટલે હું ઘરભેગો થાઉં. તમે જાણો છો કે, મેં તમાંરી કેવી નોકરી કરી છે.”

27 Laban said to him, "If now I have found favor in your eyes, stay here, for I have divined that Yahweh has blessed me for your sake."લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે.

28 He said, "Appoint me your wages, and I will give it."માંટે તું કહે, હું તને શું આપું? તું જે મજૂરી કહેશે તે હું આપીશ.”

29 He said to him, "You know how I have served you, and how your cattle have fared with me.યાકૂબે જવાબ આપ્યો, “તમે પોતે જાણો છો કે, મેં તમાંરે માંટે કેવો સખત પરિશ્રમ કર્યો છે. અને તમાંરાં ઘેટાંબકરાંની મેં કેવી સંભાળ રાખી છે.

30 For it was little which you had before I came, and it has increased to a multitude. Yahweh has blessed you wherever I turned. Now when will I provide for my own house also?"હું આવ્યો ત્યારે તમાંરી પાસે તે થોડાં હતાં અને હવે તેમાં ઘણો વધારો થયો છે. જયારે જયારે મેં તમાંરા માંટે જે કાંઈ કર્યું છે, ત્યારે ત્યારે યહોવાએ તમાંરા પર કૃપા કરી છે. હવે, માંરા માંટે સમય પાકી ગયો છે જેથી હું પોતાના માંટે કાંઈ કરું. પછી હું માંરા પોતાના પરિવાર માંટે ઘરની જોગવાઈ કયારે કરીશ?”

31 He said, "What shall I give you?" Jacob said, "You shall not give me anything. If you will do this thing for me, I will again feed your flock and keep it.પછી લાબાને પૂછયું, “તો પછી હું તને શું આપું?”યાકૂબે જવાબ આપ્યો, “હું નથી ઈચ્છતો કે, તમે મને કશું આપો. હું તો ફકત એટલું જ ઈચ્છું છું કે, મેં જે કાંઈ કામ કર્યુ છે તેની કિંમત મને ચૂકવી દો. તમે જો આટલું કરશો તો હું ફરી તમાંરાં ઘેટાંબકરાં ચરાવીશ અને તેમની સંભાળ રાખીશ.

32 I will pass through all your flock today, removing from there every speckled and spotted one, and every black one among the sheep, and the spotted and speckled among the goats. This will be my hire.આજે મને તમાંરાં ઘેટાંબકરાંનાં બધાં ટોળામાં જે દરેક ઘેટાં અને બકરંા કાબરચીતરાં હોય અને જે દરેક ઘેટાં અને બકરાં ટપકાં વાળા હોય અને દરેક યુવાન કાળી બકરી હોય તે લેઇ જવા દો. અને એ માંરી મજૂરી હશે.

33 So my righteousness will answer for me hereafter, when you come concerning my hire that is before you. Everyone that is not speckled and spotted among the goats, and black among the sheep, that might be with me, will be counted stolen."ભવિષ્યમાં તમે સરળતાથી જોઈ શકશો કે, હું કેટલો પ્રામાંણિક અને વફાદાર છું. તમે તપાસ કરવા આવશો ત્યારે માંરી પ્રામાંણિકતા પુરવાર થશે. માંરી પાસેનાં ઘેટાંબકરાંમાંનું જે કોઈ બકરું કાબરચીતરું કે, ટપકાંવાળું ન હોય અને જે ઘેટું કાળું ન હોય તે ચોરેલું છે એમ ગણાશે.”

34 Laban said, "Behold, I desire it to be according to your word."લાબાને કહ્યું, “સારું, તારી વાત મને મંજૂર છે, અમે તને તું જે કાંઈ માંગીશ તે આપીશું.”

35 That day, he removed the male goats that were streaked and spotted, and all the female goats that were speckled and spotted, every one that had white in it, and all the black ones among the sheep, and gave them into the hand of his sons.પરંતુ તે દિવસે લાબાને જેટલાં બકરાં કાબરચીતરાં અને ટપકાંવાળા હતા અને જેટલી બકરીઓ કાબરચીતરી અને ટપકાવાળી હતી અને જે ઘેટાં કાળાં હતાં તે બધાં જુદાં પાડી સંતાડી દીધાં અને પોતાના પુત્રોને સાચવવા માંટે સોંપી દીધાં.

36 He set three days' journey between himself and Jacob, and Jacob fed the rest of Laban's flocks.તેથી તેના પુત્રોએ બધાં કાબરચીતરાં ઘેટાંબકરાં લઈ લીધાં અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તેઓએ ત્રણ દિવસ સુધી પ્રવાસ કર્યો. અને પોતાની તથા યાકૂબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકૂબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધા. પરંતુ તેમાં કોઈ કાબરચીતરાં કે, કાળાં ન હતાં.

37 Jacob took to himself rods of fresh poplar, almond, plane tree, peeled white streaks in them, and made the white appear which was in the rods.તેથી યાકૂબે સફેદ, બદામ, અને ચિનારની લીલી સોટીઓ લઈને તેને છોલીને સોટીઓનો સફેદ ભાગ ખુલ્લો કરીને સફેદ પટા પાડયા.

38 He set the rods which he had peeled opposite the flocks in the gutters in the watering-troughs where the flocks came to drink. They conceived when they came to drink.યાકૂબે પાણી પીવડાવવાની જગ્યાએ ઘેટાંબકરાંની સામે છોલેલી સોટીઓ રાખી, ઘેટાંબકરાં પાણી પીવા આવતાં ત્યારે તેઓ જોતા.

39 The flocks conceived before the rods, and the flocks brought forth streaked, speckled, and spotted.પછી જયારે બકરીઓ ડાળીઓની પાસે સવાણે આવતી એટલે તેમને કાબરચીતરાં ચટાપટાવાળાં અને ટપકાંવાળાં અને કાળા બચ્ચાં અવતર્યા.

40 Jacob separated the lambs, and set the faces of the flocks toward the streaked and all the black in the flock of Laban: and he put his own droves apart, and didn't put them into Laban's flock.યાકૂબે કાબરચીતરાં અને કાળાં ઘેટાંઓને બીજા બધાંથી જૂદા પાડયાં. એ રીતે યાકૂબે પોતાનાં પશુઓને લાબાનનાં પશુઓથી જુદાં પાડયાં. તેણે પોતાનાં ઘેટાંઓને લાબાનનાં ઘેટાંઓ સાથે ભળવા દીધા નહિ.

41 It happened, whenever the stronger of the flock conceived, that Jacob laid the rods before the eyes of the flock in the gutters, that they might conceive among the rods;જયારે જયારે ટોળામાંનાં મજબૂત ઘેટાંબકરાં જોતા ત્યારે તે તેમની આગળ નીકોમાં અને હવાડાઓમાં પેલી સોટીઓ મૂકતો, જેથી તેઓ સોટીઓ આગળ ગર્ભધાન કરે;

42 but when the flock were feeble, he didn't put them in. So the feebler were Laban's, and the stronger Jacob's.પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં માંટે તે નીકમાં કે, હવાડામાં સોટીઓ મૂકતો નહિ, આથી નબળાં ઘેટાં બકરાં લાબાનનાં રહ્યાં અને સશકત મજબૂત ઘેટા યાકૂબનાં થયાં.

43 The man increased exceedingly, and had large flocks, maid-servants and men-servants, and camels and donkeys.આમ, યાકૂબ ખૂબ શ્રીમંત થઈ ગયો અને તેની પાસે ઘેટાં બકરાંનાં મોટા મોટા ટોળાં, નોકર ચાકરો, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં થયાં. તે ખૂબ સમૃધ્ધ બન્યો.

Gujarati Bible