Bible

Genesis 27 - YLT (Gujarati)

1 And it cometh to pass that Isaac `is' aged, and his eyes are too dim for seeing, and he calleth Esau his elder son, and saith unto him, `My son;' and he saith unto him, `Here `am' I.'જયારે ઈસહાક વૃદ્વ થયો, ત્યારે તેની આંખોની દૃષ્ટિ નબળી પડી અને તેને કઇં પણ ચોખ્ખું દેખાતું ન હતું. એક દિવસ તેણે તેના મોટા પુત્ર એસાવને બોલાવ્યો. ઈસહાકે કહ્યું, “માંરા દીકરા.”ઈસહાકને એસાવે જવાબ આપ્યો, “જી, પિતાજી, હું આ રહ્યો.”

2 And he saith, `Lo, I pray thee, I have become aged, I have not known the day of my death;ઇસહાકે કહ્યું, “જુઓ, હું વૃદ્વ થઈ ગયો છું. હવે હું જલ્દી મરી જઇશ,

3 and now, take up, I pray thee, thy instruments, thy quiver, and thy bow, and go out to the field, and hunt for me provision,એટલે તું તારાં હથિયાર, બાણો અને ધનુષ્ય લે અને જંગલમાં જઈને માંરે માંટે શિકાર કરીને કંઈક લાવ.

4 and make for me tasteful things, `such' as I have loved, and bring in to me, and I do eat, so that my soul doth bless thee before I die.'અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીને માંરા માંટે લઈ આવ. જેથી હું ખાઉં અને મરતાં પહેલાં તને આશીર્વાદ આપું.”

5 And Rebekah is hearkening while Isaac is speaking unto Esau his son; and Esau goeth to the field to hunt provision -- to bring in;એટલે એસાવ શિકાર કરવા ગયો.રિબકાએ તે વાતો સાંભળી હતી, જે ઇસહાકે પોતાના પુત્ર એસાવ સાથે કરી હતી.

6 and Rebekah hath spoken unto Jacob her son, saying, `Lo, I have heard thy father speaking unto Esau thy brother, saying,રિબકાએ તેના પુત્ર યાકૂબને કહ્યું, “સાંભળ, મેં તારા પિતાને તારા ભાઈ સાથે વાતો કરતાં સાંભળ્યા છે.

7 Bring for me provision, and make for me tasteful things, and I do eat, and bless thee before Jehovah before my death.તારા પિતાએ કહ્યું, ‘માંરા ખાવા માંટે શિકાર કરીને કંઈક લઈ આવ, અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, જેથી હું ખાઉં અને મરતાં પહેલાં દેવની સાક્ષીએ તને આશીર્વાદ આપું.’

8 `And now, my son, hearken to my voice, to that which I am commanding thee:એટલા માંટે હવે માંરા પુત્ર, હું તને કહું તે પ્રમાંણે કર.

9 Go, I pray thee, unto the flock, and take for me from thence two good kids of the goats, and I make them tasteful things for thy father, `such' as he hath loved;આપણી બકરીઓનાં ઝુંડમાં જા અને બે સરસ લવારાં માંરી પાસે લઈ આવ. જેથી હું તેમાંથી તારા પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીશ.

10 and thou hast taken in to thy father, and he hath eaten, so that his soul doth bless thee before his death.પછી તું તે તારા પિતાની આગળ લઈ જજે, જેથી તે ખાઈને મરતાં પહેલાં તને આશીર્વાદ આપે.”

11 And Jacob saith unto Rebekah his mother, `Lo, Esau my brother `is' a hairy man, and I a smooth man,પરંતુ યાકૂબે પોતાની માંતા રિબકાને કહ્યું, “પરંતુ માંરા ભાઈ એસાવને તો આખા શરીરે વાળ છે, અને માંરું શરીર વાળ વગરનું છે.

12 it may be my father doth feel me, and I have been in his eyes as a deceiver, and have brought upon me disesteem, and not a blessing;'કદાચ માંરા પિતા જો મને અડકશે તો જાણી જશે કે, હું એસાવ નથી. પછી તે મને આશીર્વાદ આપશે નહિ. તે મને શાપ આપશે કારણકે, મેં તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો.”

13 and his mother saith to him, `On me thy disesteem, my son; only hearken to my voice, and go, take for me.'તેથી રિબકાએ તેને કહ્યું, “કોઈ મુશ્કેલી ઊભી થશે તો તે હું માંરા માંથે લઈ લઇશ. હું જે કહું છું તે કર. જા, અને માંરા માંટે બે લવારાં લઈ આવ.”

14 And he goeth, and taketh, and bringeth to his mother, and his mother maketh tasteful things, `such' as his father hath loved;એટલે યાકૂબ બહાર ગયો. તેણે બે બકરીઓ પકડી. અને તે તેને તેની માંતા પાસે લાવ્યો. રિબકાએ ઇસહાકની પસંદગી પ્રમાંણે સ્વાદિષ્ટ વાનગી બનાવી.

15 and Rebekah taketh the desirable garments of Esau her elder son, which `are' with her in the house, and doth put on Jacob her younger son;પછી રિબકાએ તે પોષાક જે તેનો મોટો પુત્ર એસાવ પહેરવા માંટે પસંદ કરતો હતો, તે લઈને પોતાના નાના પુત્ર યાકૂબને પહેરાવ્યો.

16 and the skins of the kids of the goats she hath put on his hands, and on the smooth of his neck,અને લવારાંની ખાલ યાકૂબના હાથ પર અને તેની ડોકીના સુંવાળા ભાગ પર ઢાંકી દીધી.

17 and she giveth the tasteful things, and the bread which she hath made, into the hand of Jacob her son.પછી તેણે પોતે તૈયાર કરેલી પેલી સ્વાદિષ્ટ વાનગી અને રોટલી પોતાના પુત્ર યાકૂબના હાથમાં આપી.

18 And he cometh in unto his father, and saith, `My father;' and he saith, `Here `am' I; who `art' thou, my son?'યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!”ઇસહાકે, પૂછયું, “શું છે બેટા? તું કોણ છે?”

19 And Jacob saith unto his father, `I `am' Esau thy first-born; I have done as thou hast spoken unto me; rise, I pray thee, sit, and eat of my provision, so that thy soul doth bless me.'યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું તમાંરો મોટો પુત્ર એસાવ છું, તમે જે કહ્યું હતું તે પ્રમાંણે મેં કર્યુ છે. હવે તમે બેઠા થાઓ, અને મેં જે શિકાર તમાંરા માંટે કર્યો છે તેની વાનગી ખાઈને મને આશીર્વાદ આપો.”

20 And Isaac saith unto his son, `What `is' this thou hast hasted to find, my son?' and he saith, `That which Jehovah thy God hath caused to come before me.'પરંતુ ઇસહાકે પોતાના પુત્રને કહ્યું, “બેટા, તને આટલો જલદી કેવી રીતે શિકાર મળી ગયો?”યાકૂબે જવાબ આપ્યો, “કારણ કે તમાંરા દેવ યહોવાએ મને જલદીથી શિકાર ઉપલબ્ધ કરાવ્યો.”

21 And Isaac saith unto Jacob, `Come nigh, I pray thee, and I feel thee, my son, whether thou `art' he, my son Esau, or not.'પછી ઇસહાકે યાકૂબને કહ્યું, “બેટા, માંરી પાસે આવ, જેથી હું તારો સ્પર્શ કરી શકું અને જાણી શકું કે, તું માંરો પુત્ર એસાવ છે કે, નહિ?”

22 And Jacob cometh nigh unto Isaac his father, and he feeleth him, and saith, `The voice `is' the voice of Jacob, and the hands hands of Esau.'યાકૂબ તેના પિતા ઇસહાક પાસે ગયો. ઇસહાકે, તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, “તારો અવાજ તો યાકૂબના અવાજ જેવો જ છે. પરંતુ તારા હાથ તો એસાવના રૂવાંટીવાળા હાથ જેવા જ છે.”

23 And he hath not discerned him, for his hands have been hairy, as the hands of Esau his brother, and he blesseth him,ઇસહાકને એ ખબર ના પડી કે, આ યાકૂબ છે, કારણ કે તેના હાથ એસાવના હાથની જેમ રૂવાંટીવાળા હતા. તેથી ઇસહાકે, યાકૂબને આશીર્વાદ આપ્યા.

24 and saith, `Thou art he -- my son Esau?' and he saith, `I `am'.'ઇસહાકે કહ્યું, “શું, તું ખરેખર માંરો પુત્ર એસાવ જ છે?” યાકૂબે જવાબ આપ્યો, “હાજી!”

25 And he saith, `Bring nigh to me, and I do eat of my son's provision, so that my soul doth bless thee;' and he bringeth nigh to him, and he eateth; and he bringeth to him wine, and he drinketh.પછી ઇસહાકે કહ્યું, “ખાવાનું લાઓ. હું તે ખાઈશ અને તને આશીર્વાદ આપીશ.” એથી યાકૂબે તેમને ખાવાનું આપ્યું અને તેમણે ખાધું. પછી તેણે દ્રાક્ષારસ આપ્યો, અને તેણે તે પીધો.

26 And Isaac his father saith to him, `Come nigh, I pray thee, and kiss me, my son;'પછી ઈસહાકે તેને કહ્યુ, “પુત્ર, માંરી પાસે આવ, અને મને ચુંબન કર.”

27 and he cometh nigh, and kisseth him, and he smelleth the fragrance of his garments, and blesseth him, and saith, `See, the fragrance of my son `is' as the fragrance of a field which Jehovah hath blessed;તેથી યાકૂબ પોતાના પિતાની પાસે ગયો અને ચુંબન કર્યુ. ઇસહાકે, એસાવનાં વસ્રોની ગંધ પારખી અને તેને આશીર્વાદ આપ્યા. ઇસહાકે કહ્યું,“અરે! માંરા પુત્રના શરીરની વાસ તો યહોવાએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેેવી છે.

28 and God doth give to thee of the dew of heaven, and of the fatness of the earth, and abundance of corn and wine;દેવ તારા માંટે આકાશમાંથી ઝાકળ વરસાવો. જેથી તમને મબલખ પાક અને દ્રાક્ષારસ મળે.

29 peoples serve thee, and nations bow themselves to thee, be thou mighty over thy brethren, and the sons of thy mother bow themselves to thee; those who curse thee `are' cursed, and those who bless thee `are' blessed.'બધા લોકો તમાંરી સેવા કરે. રાષ્ટ તમાંરી શરણે આવે, તમે તમાંરા ભાઈઓ ઉપર શાસન કરો. તારી માંતાના પુત્રો તારા ચરણોમાં નમે. અને તારી આજ્ઞાનું પાલન કરો. પ્રત્યેક વ્યકિત જે તમને શાપ આપશે તે શાપ તેના પર ઊતરશે અને જે વ્યકિત આશીર્વાદ આપશે, તે આશીર્વાદ પામશે.”

30 And it cometh to pass, as Isaac hath finished blessing Jacob, and Jacob is only just going out from the presence of Isaac his father, that Esau his brother hath come in from his hunting;ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપવાના પૂરા કર્યા. પછી તરત જ યાકૂબ પિતા ઇસહાક પાસેથી ચાલ્યો ગયો. તે જ સમયે એસાવ શિકાર કરીને અંદર આવ્યો.

31 and he also maketh tasteful things, and bringeth to his father, and saith to his father, `Let my father arise, and eat of his son's provision, so that thy soul doth bless me.'એસાવે પોતાના પિતાની પસંદગીનું વિશિષ્ટ ભોજન બનાવીને પોતાના પિતા પાસે મૂકયું. તેણે તેના પિતાને કહ્યું, “પિતાજી, ઊઠો અને ભોજન કરો. તમાંરા પુત્રએ તમાંરા માંટે શિકાર કર્યો છે, તે જમો. પછી તમે મને આશીર્વાદ આપી શકો છો.”

32 And Isaac his father saith to him, `Who `art' thou?' and he saith, `I `am' thy son, thy first-born, Esau;'પરંતુ ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?”તેણે જવાબ આપ્યો, “હું આપનો મોટો પુત્ર એસાવ.”

33 and Isaac trembleth a very great trembling, and saith, `Who, now, `is' he who hath provided provision, and bringeth in to me, and I eat of all before thou comest in, and I bless him? -- yea, blessed is he.'પછી ઇસહાક ખળભળી ઊઠયો, તેણે પૂછયું, “તો પછી તું આવ્યો તે પહેલાં શિકાર કરીને માંરી આગળ લઈ આવ્યો તે કોણ? મેં તો ખાઈને તેને આશીર્વાદ પણ આપ્યો! આશીર્વાદને પાછો ખેંચવાનો સમય તો જતો રહ્યો. અને એ તો હવે કાયમ જ રહેશે.”

34 When Esau heareth the words of his father, then he crieth a very great and bitter cry, and saith to his father, `Bless me, me also, O my father;'એસાવે પોતાના પિતાનાં વચનો સાંભળ્યા. તેનું મન કડવાશ અને ગુસ્સાથી ભરાઈ ગયું. તેણે ખૂબ મોટેથી કારમી બૂમ પાડીને પોતાના પિતાને કહ્યું, “પિતાજી, તો પછી મને પણ આશીર્વાદ આપો.”

35 and he saith, `Thy brother hath come with subtilty, and taketh thy blessing.'ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ માંરી સાથે છળ કરીને તારા આશીર્વાદ લઈ ગયો.”

36 And he saith, `Is it because `one' called his name Jacob that he doth take me by the heel these two times? my birthright he hath taken; and lo, now, he hath taken my blessing;' he saith also, `Hast thou not kept back a blessing for me?'એસાવે કહ્યું, “એનું નામ જ યાકૂબ કપટી છે. તે નામ તેને યોગ્ય છે. તેને એ નામ બરાબર આપવામાં આવ્યું છે. તેણે માંરી સાથે બે વાર કપટ કર્યુ છે; તેણે માંરો જ્યેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો લઈ જ લીધો હતો અને હવે માંરે લેવાના આશીર્વાદ પણ તેણે લઈ જ લીધા. શું તમે માંરા માંટે કોઈ આશીર્વાદ રાખ્યા છે?”

37 And Isaac answereth and saith to Esau, `Lo, a mighty one have I set him over thee, and all his brethren have I given to him for servants, and `with' corn and wine have I sustained him; and for thee now, what shall I do, my son?'ઇસહાકે જવાબ આપ્યો, “નાજી, હવે તો ઘણું મોડું થઇ ગયું છે. મેં યાકૂબને તારા પર શાસન કરવાનો અધિકાર આપી દીધો છે. મેં એમ પણ કહી દીધું છે કે, બધા ભાઇઓ એના સેવક બનશે. મેં તેને પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસની જોગવાઇના આશીર્વાદ આપ્યા છે. બેટા, તને આપવા માંટે હવે માંરી પાસે કશું જ રહ્યું નથી.”

38 And Esau saith unto his father, `One blessing hast thou my father? bless me, me also, O my father;' and Esau lifteth up his voice, and weepeth.પરંતુ એસાવ પોતાના પિતા પાસે માંગતો જ રહ્યો, “પિતાજી, શું તમાંરી પાસે એક પણ આશીર્વાદ નથી? પિતાજી, મને પણ આશીર્વાદ આપો.” એમ કહીને એસાવ મોટા સાદે રડવા લાગ્યો.

39 And Isaac his father answereth and saith unto him, `Lo, of the fatness of the earth is thy dwelling, and of the dew of the heavens from above;પછી ઇસહાકે તેને કહ્યું, “તારો વાસ સારી ફળદ્રુપ ભૂમિ પર નહિ હોય, જયાં જમીન ફળતી નહિ હોય અને આકાશમાંથી ઝાકળ પણ વરસતું નહિ હોય. તારી પાસે વધારે અનાજ પણ નહિ હોય.

40 and by thy sword dost thou live, and thy brother dost thou serve; and it hath come to pass when thou rulest, that thou hast broken his yoke from off thy neck.'તારે જીવવા માંટે સંઘર્ષ કરવો પડશે, તારે તારા ભાઈનો સેવક બની જવું પડશે. પરંતુ તું સ્વતંત્રતા માંટે લડીશ અને તેની ઝૂંસરી ફગાવીને મુકત થઈ જઈશ.”

41 And Esau hateth Jacob, because of the blessing with which his father blessed him, and Esau saith in his heart, `The days of mourning `for' my father draw near, and I slay Jacob my brother.'તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.”

42 And the words of Esau her elder son are declared to Rebekah, and she sendeth and calleth for Jacob her younger son, and saith unto him, `Lo, Esau thy brother is comforting himself in regard to thee -- to slay thee;રિબકાને એસાવ દ્વારા યાકૂબને માંરી નાખવાના ષડયંત્રની જાણ થઈ. તેણે યાકૂબને બોલાવીને કહ્યું, “સાંભળ, તારો ભાઈ એસાવ તને માંરી નાખવાનું ષડયંત્ર કરી રહ્યો છે.

43 and now, my son, hearken to my voice, and rise, flee for thyself unto Laban my brother, to Haran,તેથી હવે, હે પુત્ર, હું કહું તેમ કરજે, માંરો ભાઈ લાબાન હારાનમાં રહે છે. તેની પાસે જા અને ત્યાં છુપાઈને રહે.

44 and thou hast dwelt with him some days, till thy brother's fury turn back,તારા ભાઈનો ક્રોધ ના શમે ત્યાં સુધી થોડો સમય તું તેની પાસે રહે.

45 till thy brother's anger turn back from thee, and he hath forgotten that which thou hast done to him, and I have sent and taken thee from thence; why am I bereaved even of you both the same day?'થોડા સમય પછી તેં જે કાંઈ કર્યુ છે તે તારો ભાઈ ભૂલી જશે પછી હું તને તેડાવી લઈશ. હું એક જ દિવસે તમને બન્નેને ગુમાંવવા માંગતી નથી.”

46 And Rebekah saith unto Isaac, `I have been disgusted with my life because of the presence of the daughters of Heth; if Jacob take a wife of the daughters of Heth, like these -- from the daughters of the land -- why do I live?'પછી રિબકાએ ઇસહાકને કહ્યું, “તારા પુત્ર એસાવે હિત્તી કન્યાઓ સાથે વિવાહ કરી લીધા છે. હું એ સ્ત્રીઓથી કંટાળી ગઈ છું. કારણ કે તેઓ આપણા લોકોમાંની નથી. અને જો યાકૂબ પણ આ કન્યાઓમાંથી કોઈ એકની સાથે વિવાહ કરશે તો પછી માંરે તો મરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.”

Gujarati Bible