Bible

Daniel 10 - YLT (Gujarati)

1 In the third year of Cyrus king of Persia, a thing is revealed to Daniel, whose name is called Belteshazzar, and the thing `is' true, and the warfare `is' great: and he hath understood the thing, and hath understanding about the appearance.ઇરાનના રાજા કોરેશના રાજ્યકાળના ત્રીજા વર્ષ દરમ્યાન દાનિયલ ઉફેર્ બેલ્ટશાસ્સારને બીજું સંદર્શન થયું. તેનો સંદેશો સત્ય હતો અને તે એક મહાન સૈન્ય બાબત હતો. તેણે સંદર્શનમાંનો સંદેશો સમજી લીધો.

2 `In those days, I, Daniel, have been mourning three weeks of days;તે વખતે, “હું દાનિયેલ ત્રણ અઠવાડિયાઁનો શોક પાળતો હતો.

3 desirable bread I have not eaten, and flesh and wine hath not come in unto my mouth, and I have not anointed myself at all, till the completion of three weeks of days.તે પૂરાં ત્રણ અઠવાડિયાઁ સુધી મેં કોઇ સ્વાદિષ્ટ ભોજન ખાધું નહોતું, માંસ કે, દ્રાક્ષારસ મારા મોંમાં સુદ્ધાં મૂક્યા નહોતા, તેમજ શરીરે કોઇ તેલ કે, મલાઇ લગાવી નહોતી.

4 `And in the twenty and fourth day of the first month, I have been by the side of the great river, that `is' Hiddekel:“પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, તીગ્રિસ નદીને કિનારે ઊભો હતો,

5 and I lift up mine eyes, and look, and lo, a certain one clothed in linen, and his loins girt with pure gold of Uphaz,એવામાં મારી નજર ઊંચે ગઇ તો, મારી આગળ એક વ્યકિતને જોયો. જેણે શણનો ઝભ્ભો પહેર્યો હતો, અને કમરે ચોખ્ખા સોનાનો પટ્ટો હતો.

6 and his body as a beryl, and his face as the appearance of lightning, and his eyes as lamps of fire, and his arms and his feet as the aspect of bright brass, and the voice of his words as the voice of a multitude.તેનું શરીર પોખરાજના જેવું અને તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. અને તેના હાથ અને પગ પિત્તળની જેમ ચળકતા હતાં, અને તેનો અવાજ માનવ મેદનીના અવાજ જેવો હતો.

7 `And I have seen -- I, Daniel, by myself -- the appearance: and the men who have been with me have not seen the appearance, but a great trembling hath fallen on them, and they flee to be hidden;“હું દાનિયેલ એકલો આ મહાન સંદર્શન જોઇ શકતો હતો. મારી સાથેના માણસો તે જોઇ શકતા નહોતા, તેમ છતાં તેઓ ભયભીત થઇને નાસી ગયા અને સંતાઇ ગયાં.

8 and I have been left by myself, and I see this great appearance, and there hath been no power left in me, and my honour hath been turned in me to corruption, yea, I have not retained power.હું ત્યાં એકલો સંદર્શન જોતો ઊભો રહ્યો. મેં આ અદ્ભૂત સંદર્શન જોયું ત્યારે મારી શકિત જતી રહી અને હું ભયને કારણે નબળો અને ફિક્કો પડી ગયો.

9 `And I hear the voice of his words, and when I hear the voice of his words, then I have been in a trance on my face, and my face `is' to the earth;ત્યારબાદ મેં તેમના બોલવાનો અવાજ સાંભળ્યો, અને તે સાંભળતાઁ જ હું મૂર્છા ખાઇને ઊંધે મોઢે ભોંય ઉપર પડ્યો.

10 and lo, a hand hath come against me, and shaketh me on my knees and the palms of my hands.“પછી અચાનક એક હાથે મને સ્પર્શ કર્યો. હું હજી પણ ુજતો હતો. અને ઘૂંટણ તથા હથેળી ઉપર બેઠો હતો.

11 `And he saith unto me: Daniel, man greatly desired, attend to the words that I am speaking unto thee, and stand on thy station, for now I have been sent unto thee. `And when he speaketh with me this word, I have stood trembling.તેણે મને કહ્યું, ‘હે દાનિયેલ, હે અતિ વહાલા માણસ, હું તને કહું તે ધ્યાનથી સાંભળ, ટટ્ટાર ઊભો રહે. કારણ, હવે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.’ તેણે મને આ પ્રમાણે કહ્યું, એટલે હું ધ્રૂજતો ધ્રુજતો ઊભો થયો.

12 And he saith unto me: Do not fear, Daniel, for from the first day that thou didst give thy heart to understand, and to humble thyself before thy God, thy words have been heard, and I have come because of thy words.પછી તેણે મને કહ્યું, ‘ડરીશ નહિ, દાનિયેલ, કારણ, જે દિવસથી તેં સમજવાનો પ્રયત્ન કર્યો અને તારા દેવ આગળ દીન થયો તે દિવસથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તેના જવાબ રૂપે હું આવ્યો છું.

13 `And the head of the kingdom of Persia is standing over-against me twenty and one days, and lo, Michael, first of the chief heads, hath come in to help me, and I have remained there near the kings of Persia;ઇરાનના રાજ્યના રાજકુમારે એકવીસ દિવસ સુધી મારો રસ્તો રોકી રાખ્યો. પછી મુખ્ય દેવદૂતોમાંનો એક મિખાયેલ, મારી મદદે આવ્યો. કારણકે ઇરાન પશિર્યાના રાજાએ મને રોકી રાખ્યો હતો.

14 and I have come to cause thee to understand that which doth happen to thy people in the latter end of the days, for yet the vision `is' after days.હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું; કારણ, આ સંદર્શન ભવિષ્યને લગતું છે.’

15 `And when he speaketh with me about these things, I have set my face toward the earth, and have been silent;“તે સમય દરમ્યાન હું માથું નમાવીને જમીન તરફ જોઇ રહ્યો હતો, અને મૂંગો જ ઊભો હતો.

16 and lo, as the manner of the sons of men, he is striking against my lips, and I open my mouth, and I speak, and say unto him who is standing over-against me: My lord, by the appearance turned have been my pangs against me, and I have retained no power.પછી અચાનક કોઇક જે માણસ જેવો લાગતો હતો, તેણે મારા હોઠને સ્પર્શ કર્યો એટલે મેં બોલવા માટે મોઢું ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને ઉદ્દેશીને કહ્યું, ‘હે મારા માલિક, આ સંદર્શનને કારણે મને ખૂબ વેદના થાય છે. મારામાં કશી શકિત રહી નથી.

17 And how is the servant of this my lord able to speak with this my lord? as for me, henceforth there remaineth in me no power, yea, breath hath not been left in me.હું તો માલિક આગળ ઊભા રહેલા ગુલામ જેવો છું. મારા જેવો માણસ તમારી સાથે કેવી રીતે વાત કરી શકે? કારણકે મારી શકિત ચાલી ગઇ છે અને હું મુશ્કેલીથી શ્વાસ લઇ શકું છું.’

18 `And he addeth, and striketh against me, as the appearance of a man, and strengtheneth me,“પછી તેણે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને બળ આપ્યું.

19 and he saith: Do not fear, O man greatly desired, peace to thee, be strong, yea, be strong; and when he speaketh with me, I have strengthened myself, and I say, Let my lord speak, for thou hast strengthened me.અને કહ્યું, ‘હે અત્યંત વહાલા માણસ, ડરીશ નહિ, શાંત થા. હિંમત રાખ. બળવાન બન.’“એના શબ્દો સાંભળીને મારામાં બળ આવ્યું અને હું બોલ્યો, ‘આપ બોલો, આપે મને બળ આપ્યું છે.’

20 And he saith, Hast thou known why I have come unto thee? and now I turn back to fight with the head of Persia; yea, I am going forth, and lo, the head of Javan hath come;“તેણે કહ્યું, ‘તને ખબર છે હું શા માટે તારી પાસે આવ્યો છું? પહેલા મારે ઇરાનના રક્ષકદૂત સાથે યુદ્ધ કરવાનું છે. હું જઇશ ત્યારે, તરત ગ્રીસનો રક્ષકદૂત નજરે પડશે.

21 but I declare to thee that which is noted down in the Writing of Truth, and there is not one strengthening himself with me, concerning these, except Michael your head.સત્યના ગ્રંથમાં શું લખેલું છે એ હું તને કહીશ. તે શાશકો સામે મદદ કરવા માટે હજી સુધી કોઇ નથી સિવાય કે, તમારો દેવદૂત મિખાયેલ.

Gujarati Bible