Leviticus 27 - WEB (Gujarati)
1 Yahweh spoke to Moses, saying,યહોવાએ મૂસાને કહ્યું,
2 "Speak to the children of Israel, and say to them, 'When a man makes a vow, the persons shall be for Yahweh by your valuation.“ઇસ્રાએલ પુત્રોને આ કહે, જો કોઈ માંણસ યહોવાને ખાસ પ્રતિજ્ઞા કરે કે તે કોઈ બીજા વ્યક્તિને દેવને અર્પણ કરશે, તો યાજકે તે માંણસની કિંમત ઠરાવવી જેથી બીજુ કોઈ તેને દેવ પાસેથી પાછો ખરીદી શકે. તે વ્યક્તિની કિંમત નીચે જણાવ્યા મુજબ નક્કી કરવી.
3 Your valuation shall be of a male from twenty years old even to sixty years old, even your valuation shall be fifty shekels of silver, after the shekel of the sanctuary.વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના પુરુષની કિંમત મુલાકાતમંડપના ધોરણ અનુસાર 50 શેકેલ ચાંદી.
4 If it is a female, then your valuation shall be thirty shekels.વીસથી તે સાઠ વર્ષ સુધીની સ્ત્રી હોય તો30 શેકેલ ચાંદી.2 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ.
5 If the person is from five years old even to twenty years old, then your valuation shall be for a male twenty shekels, and for a female ten shekels.પાંચથી વીસ વર્ષની ઉમરના છોકરાની કિંમત 20 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ.
6 If the person is from a month old even to five years old, then your valuation shall be for a male five shekels of silver, and for a female your valuation shall be three shekels of silver.એક મહિનાથી 5 વર્ષ સુધીના છોકરાની કિંમત 5 શેકેલ અને છોકરીની કિંમત 3 શેકેલ.
7 If the person is from sixty years old and upward; if it is a male, then your valuation shall be fifteen shekels, and for a female ten shekels.સાઠ અને ઉપરની ઉમરના પુરુષની કિંમત 15 શેકેલ; સ્ત્રીની કિંમત 10 શેકેલ ચુકવે.
8 But if he is poorer than your valuation, then he shall be set before the priest, and the priest shall value him; according to the ability of him who vowed shall the priest value him.“પણ જો કોઈ વ્યક્તિ આ કિંમત ચુકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત પ્રતિજ્ઞા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.”
9 "'If it is an animal, of which men offer an offering to Yahweh, all that any man gives of such to Yahweh becomes holy.“જો યહોવાને ધરાવી શકાય એવું કોઈ પ્રાણી અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તે અર્પણ થનાર પ્રાણી પવિત્ર બની જશે.
10 He shall not alter it, nor change it, a good for a bad, or a bad for a good: and if he shall at all change animal for animal, then both it and that for which it is changed shall be holy.પ્રતિજ્ઞા બદલી શકાય નહિ, તે પ્રાણીની બીજા પ્રાણી સાથે અદલાબદલી થઈ શકે નહિ સારાને બદલે ખરાબ અને ખરાબને બદલે સારું તેવો ફેરફાર કરી શકાય નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બંને પશુઓ પવિત્ર બની જાય અને યહોવાના થાય.
11 If it is any unclean animal, of which they do not offer as an offering to Yahweh, then he shall set the animal before the priest;“પરંતુ પ્રતિજ્ઞા લઈ અર્પણ કરવાનું પ્રાણી નિયમ પ્રમાંણે અશુદ્ધ હોય અને તેનું અર્પણ ન થઈ શકે તો તે પ્રાણી યાજક પાસે લાવવું.
12 and the priest shall value it, whether it is good or bad. As you the priest values it, so shall it be.યાજક તેની કિંમત નક્કી કરે, પછી પ્રાણી સારું હોય કે ખરાબ તેથી ફરક ન પડે વ્યક્તિએ યાજકે ઠરાવેલ કિંમત માંન્ય રાખવી.
13 But if he will indeed redeem it, then he shall add the fifth part of it to its valuation.જો તે વ્યક્તિ તેને છોડાવવા ઈચ્છતો હોય તો તેણે કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચુકવવો.
14 "'When a man dedicates his house to be holy to Yahweh, then the priest shall evaluate it, whether it is good or bad: as the priest shall evaluate it, so shall it stand.“જો કોઈ વ્યક્તિ પોતાનું મકાન યહોવાને સમર્પણ કરી દે, તો તે સારું હોય કે ખરાબ તેનાથી કોઈ ફરક ન પડે, યાજક તેની કિંમત નક્કી કરશે અને તે વ્યક્તિએ એ બાંધેલો ભાવ સ્વીકારવો.
15 If he who dedicates it will redeem his house, then he shall add the fifth part of the money of your valuation to it, and it shall be his.પછી જો સમર્પણ કરનાર વ્યક્તિ મકાન છોડાવવા ઈચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ 20ટકા આપવા, એટલે મકાન પાછું તેની માંલિકીનું થઈ જાય.”
16 "'If a man dedicates to Yahweh part of the field of his possession, then your valuation shall be according to the seed for it: the sowing of a homer of barley shall be valued at fifty shekels of silver.“જો કોઈ વ્યક્તિ પોતાની માંલિકીની જમીનનો અમુક ભાગ યહોવાને સમર્પણ કરી દે તો તમાંરે તેની કિંમત એમાં જેટલું બિયારણ વાવી શકાતું હોય તેને આધારે નક્કી કરવી, જેમ કે 20 મણ જવની (1 હોમર) જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ થાય.
17 If he dedicates his field from the Year of Jubilee, according to your valuation it shall stand.જો કોઈ માંણસ જુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ સમર્પણ કરે તો યાજકે ઠરાવેલી પૂરી કિંમત તેને લાગુ પડે;
18 But if he dedicates his field after the Jubilee, then the priest shall reckon to him the money according to the years that remain to the Year of Jubilee; and an abatement shall be made from your valuation.પણ જો તે જુબિલી વર્ષ પછીથી સમર્પણ કરે તો યાજકે પછીના જુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાંણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.
19 If he who dedicated the field will indeed redeem it, then he shall add the fifth part of the money of your valuation to it, and it shall remain his.પરંતુ જો સમર્પણ કરનાર જમીન છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માંલિકી ફરીથી તેની થાય.
20 If he will not redeem the field, or if he has sold the field to another man, it shall not be redeemed any more;પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ, કારણ જુબિલી વર્ષના તેના હક્કો યહોવાને આપેલા હોય છે.
21 but the field, when it goes out in the Jubilee, shall be holy to Yahweh, as a field devoted; it shall be owned by the priests.જ્યારે જુબિલી વર્ષમાં તે ખેતર મુકત થાય, ત્યારે યહોવાને અર્પિત ખેતર તરીકે તે યાજકોને આપવામાં આવે.
22 "'If he dedicates to Yahweh a field which he has bought, which is not of the field of his possession,“જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર સમર્પણ કરે, અને તે તેના પરિવારની મિલકતનો ભાગ નથી,
23 then the priest shall reckon to him the worth of your valuation up to the Year of Jubilee; and he shall give your valuation on that day, as a holy thing to Yahweh.યાજકે બીજા જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી, અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાને તાત્કાલિક અર્પણ કરવી.
24 In the Year of Jubilee the field shall return to him from whom it was bought, even to him to whom the possession of the land belongs.જુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માંલિક, જેની પાસેથી તે ખરીધું હોય તેને પાછું મળે, જેની એ પોતાના વતનની મિલકત છે.
25 All your valuations shall be according to the shekel of the sanctuary: twenty gerahs to the shekel.“અધીકૃત માંપ પ્રમાંણે શેકેલમાં ઠરાવાય, એ માંપ પ્રમાંણે શેકેલનુ વજન 10 ગેરાહ હોય.”
26 "'Only the firstborn among animals, which is made a firstborn to Yahweh, no man may dedicate it; whether an ox or sheep, it is Yahweh's.“કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાનું જ છે; પછી ભલે તે કોઈ પણ પશુનું હોય,
27 If it is an unclean animal, then he shall buy it back according to your valuation, and shall add to it the fifth part of it: or if it isn't redeemed, then it shall be sold according to your valuation.પરંતુ જો યહોવાએ માંન્ય કર્યુ ના હોય તો તેવા પ્રાણીના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માંલિક આપે. જો તેનો માંલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક તે પ્રાણી બીજા કોઈને વેચી શકે છે.
28 "'Notwithstanding, no devoted thing, that a man shall devote to Yahweh of all that he has, whether of man or animal, or of the field of his possession, shall be sold or redeemed: every devoted thing is most holy to Yahweh.“પરંતુ યહોવાને માંત્ર કરેલું કોઈ પણ અર્પણ પછી તે માંણસ હોય, પ્રાણી અથવા વારસામાં મળેલું ખેતર, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાને પરમપવિત્ર અર્પણ છે,
29 "'No one devoted, who shall be devoted from among men, shall be ransomed; he shall surely be put to death.જો તે ખાસ અર્પણ માંણસ હોય તો, તે વ્યક્તિને પાછો ખરીદી ન શકાય તેને માંરી નાખવો.
30 "'All the tithe of the land, whether of the seed of the land or of the fruit of the trees, is Yahweh's. It is holy to Yahweh.“જમીનની ઉપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાનો ગણાય, તે પવિત્ર છે, કારણ કે યહોવાને સમર્પિત થેયેલો છે.
31 If a man redeems anything of his tithe, he shall add a fifth part to it.જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો એ દશમો ભાગ પાછો ખરીદવા ઈચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.
32 All the tithe of the herds or the flocks, whatever passes under the rod, the tenth shall be holy to Yahweh.“ઢોરઢાંખર તથા ઘેટાબકરાંની તથા બીજા જાનવરોની ગણતરી થાય ત્યારે લાકડી નીચેથી પસાર થતાં દર દશમું પ્રાણી યહોવાનું ગણાય.
33 He shall not search whether it is good or bad, neither shall he change it: and if he changes it at all, then both it and that for which it is changed shall be holy. It shall not be redeemed.'"પસંદ કરેલુ પ્રાણી સારું છે કે ખરાબ તેની ચિંતા માંલિકે ન કરવી. તેને એ પ્રાણી બીજા પ્રાણી સાથે અદલા બદલી ન કરવી. અને તેને જો બીજા પ્રાણીથી બદલવા માંગે, તો બન્ને પ્રાણીઓ દેવના થશે. તે પ્રાણી પાછું ન ખરીદાય.”
34 These are the commandments which Yahweh commanded Moses for the children of Israel on Mount Sinai.મૂસાને યહોવાએ ઇસ્રાએલી લોકો માંટે સિનાઈ પર્વત પર આ આજ્ઞાઓ આપી હતી.
Gujarati Bible