2 Samuel 20:8-13 in Gujarati
2 Samuel 20:8
જયારે તેઓ ગિબયોનમાં મહાશિલા આગળ પહોંચ્યા ત્યારે તેમને અમાંસાનો ભેટો થયો. યોઆબે યુદ્ધનો વેશ ધારણ કર્યો હતો અને તેની ઉપર તેણે પટ્ટો ચડાવી તેમાં મિયાન સાથે તરવાર લટકાવી હતી, તે જરા આગળ વધ્યો એટલામાં તરવાર પડી ગઈ.
2 Samuel 20:9
યોઆબે અમાંસાને કહ્યું, “કેમ માંરા ભાઈ, કુશળ તો છે ને?”અને તેને ચુંબન કરવા માંટે તેણે તેનો જમણા હાથ લંબાવી તેણે તેની દાઢી પકડી.
2 Samuel 20:10
પણ યોઆબના હાથમાંની તરવાર વિષે અમાંસા સાવધાન ન હતો. યોઆબે તેના પેટમાં તરવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડાં જમીન પર પડ્યા, તરત જ તે મૃત્યુ પામ્યો. યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ,ત્યારબાદ યોઆબ અને તેનો ભાઈ અબીશાય બિખ્રીના પુત્ર શેબા પાછળ પડયા.
2 Samuel 20:11
યોઆબના માંણસોમાંના એકે અમાંસાના શબ પાસે ઊભા રહીને પોકાર કર્યો, “જેઓ યોઆબ અને દાઉદના પક્ષમાં હોય, તેઓ બધા યોઆબ સાથે જાય!”
2 Samuel 20:12
પરંતુ લોહીથી તરબોળ અમાંસા વચ્ચે પડયો હતો. યોઆબના યુવાન સૈનિકે જોયું કે અમાંસાના શબને જોવા માંટે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, તેથી તેણે તેના શબને રસ્તા પરથી લઇને ખેતરમાં મૂક્યું અને તેના ઉપર ચાદર ઢાંકી દીધી.
2 Samuel 20:13
અમાંસાને રસ્તા ઉપરથી ખસેડી નાખ્યા પછી બધા લોકો યોઆબની પાછળ તેની સાથે જોડાવા અને બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા ગયા.
Gujarati Bible