Bible

2 Kings 6 - WEB (Gujarati)

1 The sons of the prophets said to Elisha, See now, the place where we dwell before you is too strait for us.એક દિવસે પ્રબોધકોના પુત્રો એલિશાની પાસે ગયા અને તેને કહ્યું, “તું જાણે છે કે, અમાંરી રહેવાની જગ્યા ઘણી સાંકડી છે,

2 Let us go, we pray you, to the Jordan, and take there every man a beam, and let us make us a place there, where we may dwell. He answered, Go you.માંટે અમે યર્દન જઈએ અને દરેક જણ એક એક મોટું લાકડું લઈ આવીએ અને રહેવા માંટે નિવાસ બાંધીએ.”એલિશાએ કહ્યું, “જાઓ.”

3 One said, Be pleased, I pray you, to go with your servants. He answered, I will go.ત્યારે એક જણ બોલ્યો, “આપ પણ આ સેવકો સાથે આવવાની કૃપા કરો.”એલિશાએ કહ્યું, “સારું, હું આવીશ.”

4 So he went with them. When they came to the Jordan, they cut down wood.અને તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેમણે લાકડાં કાપવા માંડયાં.

5 But as one was felling a beam, the axe head fell into the water; and he cried, and said, Alas, my master! for it was borrowed.પણ થયું એવું કે એક જણ લાકડા કાપતો હતો, એવામાં તેની કુહાડી જળમાં પડી ગઇ; તે બોલી ઊઠયો, “ગુરુજી, એ કુહાડી તો કોઈની માંગી લાવેલી હતી!”

6 The man of God said, Where fell it? He shown him the place. He cut down a stick, and cast it in there, and made the iron to swim.દેવના માંણસ એલિશાએ પૂછયું, “કયાં પડી?”એટલે પેલાએ જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડી કાપીને તે જગાએ નાખી અને લોખંડની કુહાડીને તરતી કરી.

7 He said, Take it up to you. So he put out his hand, and took it.પછી તેણે કહ્યું, “ઉપાડી લે.” અને પેલા માંણસે હાથ લંબાવીને તે ઉપાડી લીધી.

8 Now the king of Syria was warring against Israel; and he took counsel with his servants, saying, In such and such a place shall be my camp.અરામનો રાજા ઇસ્રાએલ સામે યુદ્ધે ચડયો હતો, એ દરમ્યાન તેણે પોતાના અમલદારોને ચર્ચા કરવા ભેગા કરી કહ્યું, “આપણે અમુક અમુક જગ્યાએ હુમલો કરવા માંગીએ છીએ.”

9 The man of God sent to the king of Israel, saying, Beware that you not pass such a place; for there the Syrians are coming down.પણ દેવભકત એલિશાએ ઇસ્રાએલના રાજાને સંદેશો મોકલી ચેતવ્યો કે, “અમુક જગ્યાએ સાવધ રહેજો, કારણ, અરામીઓ ત્યાં હુમલો કરનાર છે.”

10 The king of Israel sent to the place which the man of God told him and warned him of; and he saved himself there, not once nor twice.આથી ઇસ્રાએલના રાજાએ દેવના માંણસ એલિશાએ કહેલી જગાએ માંણસો મોકલી આપ્યા. એલિશા દરેક વખતે ચેતવણી આપતો રહ્યો અને રાજા સાવધ થઈ જતો. આવું એક બે વાર નહિ અનેક વાર બન્યું.

11 The heart of the king of Syria was sore troubled for this thing; and he called his servants, and said to them, Won't you show me which of us is for the king of Israel?આથી અરામનો રાજા ખૂબ વ્યથિત થઇ ગયો અને તેણે પોતાના અમલદારોને ભેગા કરી કહ્યું, “તમાંરામાંથી કોણ ફૂટી ગયો છે અને આપણી વાત ઇસ્રાએલના રાજાને જણાવી દે છે? કોણ છે તે?”

12 One of his servants said, No, my lord, O king; but Elisha, the prophet who is in Israel, tells the king of Israel the words that you speak in your bedchamber.ત્યારે એક અમલદાર બોલ્યો, “મુરબ્બી રાજા, કોઈ નહિ, પણ ઇસ્રાએલમાં રહેતા પ્રબોધક એલિશા તમે તમાંરા શયનખંડમાં પણ જે શબ્દો ઉચ્ચારો છો, તે ઇસ્રાએલના રાજાને કહી દે છે.”

13 He said, Go and see where he is, that I may send and get him. It was told him, saying, Behold, he is in Dothan.રાજાએ કહ્યું, જાઓ, અને શોધી કાઢો કે, તે કયાં છે, “જેથી હું તેને માંણસો મોકલીને પકડાવી લઉં.”તેને પછી જણાવવામાં આવ્યું કે, “પ્રબોધક અત્યારે દોથાનમાં છે.”

14 Therefore sent he there horses, and chariots, and a great host: and they came by night, and surrounded the city.એટલે તેણે એક મોટી ટુકડી રથો અને ઘોડાઓ સાથે ત્યાં મોકલી અને તેમણે રાતે પહોંચી જઈ શહેરને ઘેરી લીધું.

15 When the servant of the man of God was risen early, and gone forth, behold, a host with horses and chariots was round about the city. His servant said to him, Alas, my master! how shall we do?બીજે દિવસે વહેલી સવારે એલિશાનો ચાકર વહેલો ઊઠયો અને બહાર ગયો, તો તેણે એક સૈન્યની ટુકડીને રથો અને ઘોડાઓ સહિત શહેરને ઘેરો ઘાલીને પડેલી જોઈ, તે બોલી ઊઠયો, “હે શેઠ, હવે તમે શું કરશો?”

16 He answered, Don't be afraid; for those who are with us are more than those who are with them.તેણે કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓનાં કરતાં વિશેષ છે.”

17 Elisha prayed, and said, Yahweh, Please open his eyes, that he may see. Yahweh opened the eyes of the young man; and he saw: and, behold, the mountain was full of horses and chariots of fire round about Elisha.પછી એલિશાએ યહોવાને પ્રાર્થના કરી કે, “હે યહોવા, તેની આંખો ખોલી નાખો અને તેને જોવા દો.”યહોવાએ તેના ચાકરની આંખ ખોલી નાખી પછી ચાકરને એ જોઇને આશ્ચર્ય થયું કે નગરની આજુબાજુના પર્વતો અગ્નિ રથો અને ઘોડાઓથી ભરાઇ ગયા હતાં.

18 When they came down to him, Elisha prayed to Yahweh, and said, Please smite this people with blindness. He struck them with blindness according to the word of Elisha.અરામીઓ એલિશા તરફ ધસી આવ્યા, એટલે એલિશાએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તેઓને અંધ બનાવી દો.”અને યહોવાએ એલિશા એ કહ્યા પ્રમાંણે તેમને આંધળા બનાવી દીધા.

19 Elisha said to them, This is not the way, neither is this the city: follow me, and I will bring you to the man whom you seek. He led them to Samaria.પછી એલિશાએ તેમને કહ્યું, “તમે ખોટા રસ્તા પર છો. આ ખરું નગર નથી. તમે માંરી પાછળ આવો તમે જેને શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરૂન પાસે દોરી ગયો.

20 It happened, when they were come into Samaria, that Elisha said, Yahweh, open the eyes of these men, that they may see. Yahweh opened their eyes, and they saw; and, behold, they were in the midst of Samaria.તેઓ જ્યારે ત્યાં આવી પહોંચ્યા ત્યારે તરત જ એલિશાએ પ્રાર્થના કરી, “હે યહોવા, હવે તેઓની આંખો ઉઘાડો અને તેઓને જોવા દો.”પછી યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે તેઓ બરાબર ઇસ્રાએલના પાટનગર સમરૂનની વચ્ચોવચ છે.

21 The king of Israel said to Elisha, when he saw them, My father, shall I strike them? shall I strike them?ઇસ્રાએલના રાજાએ તેમને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “ધણી, હું એમનો વધ કરું?”

22 He answered, You shall not strike them: would you strike those whom you have taken captive with your sword and with your bow? set bread and water before them, that they may eat and drink, and go to their master.તેણે જવાબ આપ્યો, “વધ ન કરીશ, જયારે તું તારી તરવાર અને ધનુષને જોરે માંણસોને કેદ પકડે છે ત્યારે પણ તેમનો વધ કરે છે ખરો? એમને ખાવાપીવાનું આપ અને પાછા પોતાના રાજા પાસે જવા દે.”

23 He prepared great provision for them; and when they had eaten and drunk, he sent them away, and they went to their master. The bands of Syria came no more into the land of Israel.આથી રાજાએ તેમને સારું ખાવાનું આપ્યું, તેમનું ધ્યાન રાખ્યું અને તેઓને તેઓના રાજા પાસે પાછા સ્વદેશ મોકલી દીધા. ત્યારબાદ અરામી ધાડપાડુ ટૂકડીઓએ ઇસ્રાએલ પર કદી હુમલો કર્યા નહિ.

24 It happened after this, that Benhadad king of Syria gathered all his host, and went up, and besieged Samaria.આ પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું લશ્કર ભેગું કર્યુ અને સમરૂનને ઘેરો ઘાંલ્યો.

25 There was a great famine in Samaria: and, behold, they besieged it, until a donkey's head was sold for eighty [pieces] of silver, and the fourth part of a kab of dove's dung for five [pieces] of silver.શહેરમાં લોકો ભારે ભૂખમરો વેઠતા હતા. દુકાળ એટલો લાંબો ચાલ્યો હતો કે ગધેડાનું 1 માંથું ચાંદીના 80 સિક્કામાં વેચાતું હતું. પા કિલો “કબૂતરની અઘારના”5 ચાંદીના સિક્કા વચાંવી હતી.

26 As the king of Israel was passing by on the wall, there cried a woman to him, saying, Help, my lord, O king.એક દિવસ ઇસ્રાએલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીતેની સામે આવી અને તેને અરજ કરી, “હે રાજા, અમને મદદ કરો!”

27 He said, If Yahweh doesn't help you, whence shall I help you? out of the threshing floor, or out of the winepress?રાજાએ કહ્યું, “જો યહોવા તને મદદ ન કરતા હોય, તો હું તને કયાંથી મદદ કરવાનો હતો? તને આપવા માંટે માંરી પાસે નથી અનાજ કે નથી દ્રાક્ષારસ.”

28 The king said to her, What ails you? She answered, This woman said to me, Give your son, that we may eat him today, and we will eat my son tomorrow.પછી રાજાએ તેને પૂછયું, “શી બાબત છે?”પેલી સ્રીએ કહ્યું, “આ સ્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તું તારો પુત્ર આપ અને આપણે આજે તેને ખાઈશું અને માંરા પુત્રને આવતી કાલે ખાઈશું.’

29 So we boiled my son, and ate him: and I said to her on the next day, Give your son, that we may eat him; and she has hid her son.તેથી અમે માંરા પુ્ત્રનું માંસ રાંધીને ખાધું, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, ‘હવે તારા પુત્રને માંરી નાખ કે, આપણે તેનું માંસ ખાઈએ.’ ત્યારે તેણે તેને સંતાડી દીધો.”

30 It happened, when the king heard the words of the woman, that he tore his clothes (now he was passing by on the wall); and the people looked, and, behold, he had sackcloth within on his flesh.જેવું રાજાએ આ સાંભળ્યું કે તેણે દુ:ખના માંર્યા પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં. જ્યારે રાજા નગરના કોટ પરથી જતો હતો ત્યારે લોકોએ જોયું કે રાજાએ તેના કપડાંની નીચે શણના કપડાં પહેર્યા હતાં.

31 Then he said, God do so to me, and more also, if the head of Elisha the son of Shaphat shall stand on him this day.તે બોલ્યો, “જો આજે હું શાફાટના પુત્ર એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવા મારી આવી અને આથી ય ખરાબ હાલત કરો!”

32 But Elisha was sitting in his house, and the elders were sitting with him; and [the king] sent a man from before him: but before the messenger came to him, he said to the elders, See you how this son of a murderer has sent to take away my head? behold, when the messenger comes, shut the door, and hold the door fast against him: isn't the sound of his master's feet behind him?એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ અગાઉથી એક સંદેશવાહક મોકલ્યો હતો, પણ તે પહોંચે તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જોયું? એ જન્મજાત ખૂનીએ મારું માથું ઉડાવી દેવાને માણસ મોકલ્યો છે. સાવધ રહેજો. સંદેશવાહક આવે ત્યારે બારણાં વાસી દેજો અને તેને અંદર પ્રવેશવા દેશો નહિ, એની પાછળ જ આવતા એના રાજાનાં પગલાં નથી સંભળાતાં?”

33 While he was yet talking with them, behold, the messenger came down to him: and he said, Behold, this evil is of Yahweh; why should I wait for Yahweh any longer?હજી તો એલિશા આ વાત કરતો હતો, ત્યાં જ રાજા આવી પહોંચ્યો, અને બોલ્યો, “આ આફત જરૂર યહોવા તરફથી આવેલી છે! મારે યહોવા પાસેથી વધારે મદદની અપેક્ષા શા માટે રાખવી જોઈએ?”

Gujarati Bible