2 Kings 1:15
યહોવાના દૂતે એલિયાને કહ્યું કે, “એની સાથે જા, ગભરાઈશ નહિ.” તે તેની સાથે રાજા પાસે ગયો.
And the angel | וַיְדַבֵּ֞ר | waydabbēr | vai-da-BARE |
of the Lord | מַלְאַ֤ךְ | malʾak | mahl-AK |
said | יְהוָה֙ | yĕhwāh | yeh-VA |
unto | אֶל | ʾel | el |
Elijah, | אֵ֣לִיָּ֔הוּ | ʾēliyyāhû | A-lee-YA-hoo |
Go down | רֵ֣ד | rēd | rade |
with | אוֹת֔וֹ | ʾôtô | oh-TOH |
afraid not be him: | אַל | ʾal | al |
תִּירָ֖א | tîrāʾ | tee-RA | |
of | מִפָּנָ֑יו | mippānāyw | mee-pa-NAV |
him. And he arose, | וַיָּ֛קָם | wayyāqom | va-YA-kome |
down went and | וַיֵּ֥רֶד | wayyēred | va-YAY-red |
with | אוֹת֖וֹ | ʾôtô | oh-TOH |
him unto | אֶל | ʾel | el |
the king. | הַמֶּֽלֶךְ׃ | hammelek | ha-MEH-lek |
Cross Reference
Ezekiel 2:6
“પણ, હે મનુષ્યના પુત્ર, તું તેમનાથી ડરીશ નહિ કે તેમના વચનોથી ગભરાઇશ નહિ; ભલે તારી ચારે બાજુ ઝાંખરાં અને કાંટાઓ હોય અને તારે વીંછીઓની આસપાસ વસવું પડે, તેમ છતાં તું તેમનાથી ડરીશ નહિ, અને નાસીપાસ થઇશ નહિ, કારણ કે તેઓ તો બંડખોરો પ્રજા છે.
Jeremiah 1:17
“તારા માટે તારે ઉભા થવું પડશે, તારો પોષાક પહેર અને બહાર જા, અને હું તને જે ફરમાવુ તે તું જઇને તેઓને કહે. તેઓથી ડરીશ નહિ, નહિ તો હું તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.
Isaiah 51:12
યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”
Hebrews 11:27
વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય.
Matthew 10:28
“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.
Jeremiah 15:20
હું તને એ લોકો સામે પિત્તળની ભીંત જેવો બનાવી દઇશ, તેઓ તારી સામે લડશે પણ તને હરાવી નહિ શકે. કારણ, તારું રક્ષણ કરવા અને તને બચાવવા હું તારી સાથે જ છું.” આ યહોવા વચન છે.
Psalm 27:1
યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?
2 Kings 1:3
પરંતુ યહોવાના દૂતે તિશ્બેના એલિયાને જણાવ્યું, “અહાઝયાના સંદેશવાહકો પાસે જા, તેઓને પૂછી જો, ‘શું ઇસ્રાએલમાં કોઇ દેવ નથી? તો શા માંટે તમે બઆલઝબૂબ પાસે એવું પૂછવા એક્રોન જાઓ છો કે, રાજાને સારું થશે કે નહિ?
1 Kings 18:15
એલિયાએ કહ્યું, “જેટલી ખાત્રી મને સૈન્યોના દેવ યહોવા જેની હું સેવા કરું છું તેમાં છે તેટલી જ ખાત્રીથી હું તમને વચન આપું છું કે, આજે આહાબ સમક્ષ માંરી જાતને છતી કરી દઇશ.”
Genesis 15:1
આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”